દેશ

70 બાળકો પોતાનો જીવ બચાવવા શાળાની છત પર ચડ્યા,ફોટા જોઈ હંચમચી જશો

ઝારખંડના જમશેદપુરને અડીને આવેલા સરૈકિલા જિલ્લાના મસ્તી પાઠશાળામાં લગભગ 70 બાળકો પોતાનો જીવ બચાવવા શાળાની છત ઉપર ચઢ્યા હતા. નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે પાણી શાળામાં પ્રવેશ્યું હતું, તેમજ શાળા પરિસરનું મંદિર પણ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. જેથી બાળકો ડરીને મંદિરની છત પર ચઢી ગયા.

ભીમખંડ ખાતેના પાંડેશ્વર બાબાનું મંદિર નદીના જળસ્તરમાં વધારાને કારણે સંપૂર્ણપણે ડૂબી ગયું છે. મસ્તી પાઠશાળા અંતર્ગત ગરીબ બાળકો માટે મફત શિક્ષણ, આરોગ્ય, ભોજન અને રહેણાંક શાળાની વ્યવસ્થા છે. અહીં, જેનાં માતા-પિતાનું નિધન થયું છે, અથવા જેમનાં માતા-પિતા દરરોજ વેતન માટે શહેર આવે છે, અહીંનાં વિદ્યાર્થીઓને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. અહીં લગભગ 70 બાળકો અભ્યાસ કરે છે.

ગુરુવારે ખારખાઇ નદીનું પાણી મંદિર પરિસરને અડીને આવેલી આ શાળામાં પ્રવેશ્યું હતું. જ્યારે આખું ગામ અને મંદિરમાં પાણી ભરાયા હતા, ત્યારે અહીં ભણતા અને રહેતાં સ્કૂલનાં બાળકો ભયથી શાળાની છત પર ચઢી ગયા હતા.

ગામ લોકો એમ પણ કહે છે કે શાળાની આજુબાજુ પાણી છે અને આ રીતે બાળકો ગામમાં આવી શકતા નથી, તેથી તમામ બાળકો શાળાની છત પર ચઢી ગયા છે.

આ અંગે વહીવટી તંત્રને માહિતી આપવામાં આવી છે. ગ્રામજનો તેમના સ્તરે બાળકોને ખોરાક આપી રહ્યા છે અને પ્રોત્સાહિત કરી રહ્યા છે. જો નદીનું પાણીનું સ્તર ઘટશે, તો શાળાની આજુબાજુથી પાણી ઘટશે અને જો પાણીનું સ્તર વધશે તો બાળકોને ત્યાંથી જલ્દીથી કાઢી નાખવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *