ગુજરાત

સુરતમાં પ્રેમી સાથે Oyo હોટેલમાં યુવતી ગઈ હતી સવારે ઉઠી જોયું તો યુવકની પગ નીચે જમીન સરખી ગઈ, થયો આ ખુલાસો.

સુરતમાં થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા યુવક પોતાની 22 વર્ષની પ્રેમિકાને હોટલમાં લઇ ગયો હતો. Oyo હોટલમાં જ પ્રેમી સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું એ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું છે.

દીકરીની આંખોનું દાન કર્યું – હાલ યુવતીના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. ત્યારે પરિવારે મૃતક દીકરીની આંખોનું દાન કરી છે. આ યુવતીની આંખોના દાનથી બે વ્યક્તિને રોશની મળશે.

શું હતી ઘટના – સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમ સંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણ હતી અને પરિવારે બંનેના સંબંધોને મંજૂરી આપી હતી.

નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. બંને આખી રાત હોટલમાં રોકાયા હતા પરંતુ સવારે તન્વી ઉઠી ન હતી. યુવકે પ્રેમિકાના પરિવારને આ અંગે જાણ કરી હતી અને પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આમ આ પ્રેમી યુગલને નવા વર્ષની ઉજવણી ભારે પડી ગઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કેસની તપાસ દરમિયાન હજુ સુધી કંઈ ગુનાહિત જણાયું નથી. પરિવાર તરફથી પણ આ અંગે કોઈ આક્ષેપ કરાયા નથી. મૃતક તન્વી અને યુવક હોટલમાં રોકાયા હોવાની જાણ પરિવારને હતી. તેઓ વચ્ચે મિત્રતાથી પરિવાર વાકેફ છે. પોસ્ટમોર્ટમમાં પણ કંઈ શંકાસ્પદ જણાવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *