Gujarat

વરસાદને કારણે રાજ્યમાં 142 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ, આટલી મોટી શક્યતા, તંત્ર એલર્ટ

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે. વાવાઝોડુ સર્જાવાને કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન અને વરસાદની તિવ્રતા વધશે. આજે દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ 60 કિલોમીટરની છે. જે આવતીકાલે 80થી 90 કિ.મી. વચ્ચેની રહેશે. જે પહેલી ઓક્ટોબરે 150 કિલોમીટર સુધીની થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

8 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે
​​​​​​​29 સપ્ટેમ્બરના સાંજના 8 વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, જુનાગઢ, કચ્છ અને દીવમાં વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન વીજળીના કડાકા સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ભરુચમાં પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડી શકે છે.

શાહિન વાવાઝોડાની 30 સપ્ટે.ની સવારે ડિપ્રેશનની અસર જોવા મળી શકે
અરબ સાગરમાં શાહિન વાવાઝોડું સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં 30 સપ્ટેમ્બરની સવારે ડિપ્રેશનની અસર જોવા મળી શકે છે. ગુલાબ વાવાઝોડુ શાહિનમાં આવતી કાલે પરિવર્તિત થશે. ત્યાર બાદ કચ્છના અખાતમાં થઈને પાકિસ્તાનની માકરન કોસ્ટ સુધી પહોંચશે. આ સમય દરમિયાન દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા 29 સપ્ટેમ્બરે બપોરે બે વાગે જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યું છે.

માછીમારોને ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા આદેશ
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ શિપ દ્વારા વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે.

સુરત શહેર સાથે જિલ્લામાં ભારે વરસાદને લઇ ખાડીઓના લેવલમાં વધારો થતાં શહેરના માથે ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતીઓ ખાડીઓના સ્તરમાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, શહેરમાં સરેરાશ 2.7 ઇંચ વરસાદ થયો છે. ભેદવાડ ખાડી ભયજનક સપાટી 6.75 મીટરની લગોલગ છે, જ્યારે મીઠીખાડી ઓવરફલો થઇ શકે છે. ખાડીપૂરના સંક્ટથી પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. ઉકાઈની સપાટી જાળવી રાખવા માટે ડેમમાંથી 2 લાખ પાણી છોડાઈ રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *